INCREMENT YOUR KNOWLEDGE.........WELCOME.......
Wednesday, June 23, 2010
LOGO OF BIG COMPANIES
Amazon.com
ઓનલાઈન શોપીંગ માટે જાણીતી અને નંબર 1 કંપની એમેઝોન.કોમ પરિચિતની મહોતાજ નથી. તેના લોગો પર નજર કરીએ તો નીચે પીળા કલરનો એરો દેખાય છે જે સૌપ્રથમ સ્માઈલની સાઈન દર્શાવે છે. જ્યારે વધુમાં તે એરો ‘a’ અક્ષરથી શરૂ થઈ ‘z’ તરફ પૂરો થાય છે જે A to Z દરેક વસ્તુઓ એમેઝોન પર મળી રહેશે તેમ દર્શાવે છે.
Fedex
દુનિયામાં સૌથી જાણીતી અને લોકપ્રિય કુરિયર સર્વિસ ફેડેક્સની છે. આ કંપનીના લોગોને જોતાં પહેલાં સામાન્ય દેખાય છે. પરંતુ કંપનીની ફાસ્ટ સર્વિસને દર્શાવવા જો લોગોમાં ધ્યાનથી જોવામા આવે તો પાછળના બે અક્ષર E અને X ની વચ્ચે એરોની સાઈન દેખાય છે જે ગતિ દર્શાવે છે.
Continental
કોન્ટિનેન્ટલ એ દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ટાયર બનાવતી કંપની છે. જેના લોગોમાં પ્રથમ બે અક્ષરમાં 3D ટાયરની સાઈન દેખાય છે.
Toblerone
આ કંપની ચોકલેટ બનાવે છે. અને કંપની સ્વિટ્ઝર્લેન્ડના બર્ન શહેરની છે. કેટલીક વાર બર્ન શહેરને ‘The City of Bears (ભાલૂઓના શહેર)’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી જ તેમના લોગોમાં પર્વતની સાઈનમાં ભાલૂનું ચિત્ર દેખાય તે રીતે મૂકવામાં આવ્યું છે.
Baskin Robbins
બાસ્કીન રોબિન્સ વર્લ્ડ વાઈડ આઈસ્ક્રીમ માટેની ફેમસ કંપની છે. તેના લોગોમાં ગુલાબી કલરના લેટર્સ 31ની સંખ્યા દેખી શકાય છે જે કંપનીના આઈસ્ક્રીમના 31 ફ્લેવર્સની સંખ્યા દર્શાવે છે.
Sony Vaio
સોની કંપનીના સૌથી લોકપ્રિય લેપટોપ વાયો જાણીતું બન્યું છે. ત્યારે તેના લોગોમાં જે અર્થ છુપાયેલો છે. જેમાં vaioના પ્રથમ બે અક્ષર એનેલોગ સિગ્નલ દર્શાવે છે જ્યારે પાછળના બે અક્ષર 1 અને 0 દેખાય છે ડિજીટલ સિગ્નલ દર્શાવે છે.
Carrefour
યુરોપની સૌથી મોટી રિટેલર કંપની છે કેરફોર - Carrefour જ્યારે ફ્રેન્ચમાં ક્રોસરોડ – Crossroads છે. આ લોગો બે વિરૂદ્ધ એરો દ્વારા બનેલો છે. જેમાંની બંને વચ્ચેની ખાલી જગ્યાને ધ્યાનથી જોવામાં આવે તો કંપનીના નામનો પ્રથમ અક્ષર ‘C’ જોવા મળે છે.
Unilever
યુનિલિવર એ સૌથી મોટી ફૂડ, પીણાં, પર્સનલ કેર અને લગભગ દરેક વસ્તુઓ બનાવતી કંપની છે. આ કંપની ઘણી વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને તેઓ પોતાના લોગોમાં આ દર્શાવવા માંગતા હતાં. જેથી લોગોમાંની દરેક વસ્તુ તે દર્શાવે છે. ઉદાહરણ તરીકે હાર્ટ – પ્રેમ, સંભાળ અને હેલ્થનું પ્રતીક છે. જ્યારે કબૂતર જે સ્વતંત્રતાનું પ્રતીક છે જે દરરોજની દોડધામમાંથી રાહતનો અનુભવ અપાવતું તેમ દર્શાવે છે. આ રીતે દરેક ઓબ્જેક્ટ તેમની પ્રોડક્ટને લગતી છે.
Formula 1
ફોર્મ્યુલા 1ના લોગોને જો ધ્યાનથી જોશો તો F અને લાલ પટ્ટીઓની વચ્ચે સફેદ જગ્યામાં તમને 1 દેખાશે. જ્યારે લાલ પટ્ટીઓ તીવ્ર ગતિ અને પવનનો અનુભવ કરાવે છે.
Sun Microsystems
સન કંપનીનો આ લોગો ખૂબ જ જાણીતો છે. આ લોગોની ખાસિયત એ છે કે Sun લખેલું તમે કોઈ પણ દિશામાંથી વાંચો તો તે સન જ વંચાય છે. આ લોગો સ્ટેનફોર્ડ યુનિના પ્રોફેસર વોન પ્રાટે બનાવ્યો હતો.
NBC
નેશનલ બ્રોડકાસ્ટિંગ કંપની (NBC) અમેરિકાની સૌથી મોટી ટેલિવિઝન નેટવર્ક કંપની છે. જો કે આ લોગોમાં મોરનું દ્રશ્ય દેખાય છે તેના પર તમારું ધ્યાન ગયું જ હશે. આ લોગો બનાવવામાં આવ્યો ત્યારે કંપનીના 6 જુદા જુદા વિભાગો હતાં જેથી મોરના પીંછા 6 દર્શાવાયાં છે. જ્યારે મોરનું માથું જમણી બાજુ દર્શાવવામાં આવ્યું છે પાછળ નહીં પરંતુ આગળની દિશા તરફ જવાનું દર્શાવે છે.
Subscribe to:
Posts (Atom)